રણોત્સવમાં આ ખાટલા સહેલાણીઓ માટે બન્યા છે આકર્ષણનું કેન્દ્ર

Banni khatlaબન્ની-પચ્છમની સંસ્કૃતિ પોતાનું અલગ સ્થાન ધરાવે છે, તેનો પહેરવેશ, રહેણીકરણી, પરંપરા વિશેષ છે, જે પ્રવાસીઓને પણ આકર્ષતી હોય છે. હાલે ધોરડોમાં રણોત્સવ ચાલી રહ્યો છે, ત્યારે આ વિસ્તારના દરકે ખુણે પ્રવાસીઓ પહોંચ્યા છે અને આ ગામઠી જીવનને નજીકથી જોવાનો લ્હાવો પણ માણી રહ્યા છે, ત્યારે ભીરંડિયારામાં પરંપરાગત બનતા ખાટલા પ્રવાસીઓના મનમાં વસી ગયા છે અને હાલે તેનું ધૂમ વેચાણ થઇ રહ્યું છે.

સામાન્યરીતે ગામડાઓમાં બનતા દેશી ખાટલાઓ લાકડાંના ચાર પાયા પર નાયલોન કે સુતરની દોરીથી ભરવામાં આવતા હોય છે, પરતું બન્ની-પચ્છમમાં આ ખાટલાની પણ વિશેષતા છે લોખંડના માળખાં તૈયાર કરી તેમાં નાયલોનની દોરીથી ખાટલો ભરવામાં આવે છે, ત્યારબાદ તેમાં પણ જાણે ભરત ભરવામાં આવ્યું હોય તેમ રેશમની દોરીથી પરંપરાગત ડિઝાઇનો ભરવામાં આવે છે, જે આ ખાટલાઓની મુખ્ય વિશેષતા તથા તેને અન્ય પ્રદેશો કરતાં અલગ પાડે છે.

પોતાને વારસામાં મળેલી આ કલાને હવે ધંધાનું રૂપ આપનારા ભીરંડિયારાના જુસબ સુલેમાન નોડે કહે છે કે ,આ વિસ્તારમાં પ્રવાસીઓ આવતાં અમારા માટે આ કળા હવે રોજીનું સાધન બની છે. આવા ખાટલા અન્ય જગ્યાએ કયાંય મળતા ન હોવાથી પ્રવાસીઓ માટે કુતૂહલ બને છે અને તેઓ ખરીદી કરે છે.

છેલ્લાં ૧૦ વર્ષથી આ કામ મેં શરૂ કર્યું છે જેમાં રણોત્સવમાં વધુ કમાણી થાય છે મોટી ગાડીઓ લઇને આવતા રાજય બહારના કે રાજયના પ્રવાસીઓ અચુક ખાટલાઓ ખરીદી લઇ જાય છે અને જે લોકો સાથે લઇ જવા સગવડતા નથી, તેઓને તેના સરનામે અમે ટ્રાન્સપોર્ટ દ્વારા પહોંચાડી આપીએ છીએ. તેઓ કહે છે આ વિસ્તારમાં ૨૪ કલાક વીજ પુરવઠો આવી જતાં અમને સૌથી વધુ ફાયદો થયો છે જેના કારણે અમે રાતદિવસ અમારું કામ કરી શકીએ છીએ.

એક ખાટલાને બનાવતાં ૧૦ દિવસ લાગે છે

રૂ.૧૦૦૦થી ૧૮૦૦ સુધીની કિંમતના એક ખાટલાને બનાવતાં ૧૦ દિવસ જેટલો સમય લાગે છે જયારે રૂ.૮૦૦૦ સુધીનો ખાટલો પણ બનાવાય છે. આ ઉપરાંત ઘોડિયાં, નાના બાળકો માટેની ખાટલી વગેરે બનાવાય છે.

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s