“કચ્છી હસ્તકલા” એક કારીગરની કલમે….

 જ્યારે પણ કચ્છનું નામ આવે ત્યારે તેની ખમીરવંતી પ્રજા, મહેમાન નવાજી , અલૌકિક ભૂસ્તરીય રચના  સાથે કચ્છી કારીગરી સમગ્ર દુનિયામાં પ્રચલિત છે. વિવિધ પ્રકારની હસ્તકળાઓમાં અહીનું હાથેથી ભરેલું ભરતકામનો જોટો દુનિયામાં ક્યાય ન જડે. આજે તમારી સામે વાત મૂકી રહ્યો છુ, બન્ની પ્રદેશનાં ભીરંડિયારગામ ના એક હસ્ત કલાકારીગરની જેઓ પોતાના મોટાભાઇ રણમલભાઈ સાથે રહી હસ્તકળા ક્ષેત્રે પોતાનું આગવું પ્રદાન આપી રહ્યા છે. હસ્તકળા કારીગર રાજાભાઈના શબ્દોમાં તેમની અનન્ય કલાગીરી આગળ વધારીશ .

હસ્તકલામાં વ્યસ્ત રાજાભાઈ અને ખિયાબાઈ

મારૂ નામ મારવાડા રાજાભાઈ ભસરભાઈ, ઉમર અંદાજિત બત્રીસ વરસ હાલમાં હું કચ્છ જિલ્લાના ભુજ તાલુકાનાં ભીરંડિયારા ગામમાં રહું છુ. ઘરમાં અમારા બે સિવાય ત્રણ સંતાનોની જવાબદારી છે. અમારો હસ્તકળાનો ધંધો પરંપરાગત પેઢી દર પેઢીથી ચાલતો આવે છે.  મારી પત્ની ખિયાબાઈ પણ આ વ્યવસાયમાં સતત જોડાયેલા છે. આમેય કચ્છી હસ્તકલાનો મુખ્ય આધાર અમારી બહેનો પર છે.

       હાલમાં અમે ભરતકામ, લેધરકામ અને માટી કામ કરીએ છીએ.  ભરતકામમાં વિવિધ વસ્તુઓ જેવી કે બેડસીટ, પેચવર્ક, કુશન કવર, તકીયા કવર, કંજરી { બહેનોને પહેરવાનો પોશાક } યાક પીસ તેમજ બોર્ડર બનાવીએ છીએ. ચર્મકામમાં અરીસા, પર્શ , ચંપલ, મોજડી,

કાપડ અને ચામડાથી તૈયાર થયેલ વૉલપીસ

બુટ, વૉલપીસ, ચામડાની બેડસીટ, લેધર ગ્લાસ, કી-ચેઇન, મ્યાન, કમરપટ્ટો , સાયકલની સીટ વગેરે બનાવીએ છીએ. જ્યારે માટી કામમાં દીવાલ ઉપર કલાત્મક ડિઝાઇન તૈયાર કરવામાં આવે છે. જેમાં પશુ-પક્ષી, વેલ, ઐતિહાસિક કથાના પાત્રોને આબેહૂબ કંડારવામાં આવે છે. સ્થાનિક માટી માથી જ રંગ તૈયાર કરી અલગ અલગ રંગ પુરવામાં આવે છે.

       ભારતના દરેક ખૂણે જ્યાં કચ્છની કળા પ્રદશિત કરવાની તક મળે છે ત્યાં પહોચી જઈએ છીએ અત્યાર સુધીમાં દિલ્હી, મુંબઈ, ચેન્નઈ, કલકત્તા, ભોપાલ, ઈન્દોર, પૂના, બેંગલોર, મૈસૂર, ગ્વાલિયર, ગૌહાટી, અમદાવાદ, બરોડા વગેરે શહેરોમાં અમે અમારી કલાઓનું પ્રદર્શન કરી ચૂક્યા છીએ.

પ્રમાણપત્ર

ભોપાલમાં ઇન્દિરા ગાંધી રાષ્ટ્રીય માનવ સંગ્રહાલયમાં ભૂંગો ( ગોળ આકારનું રહેઠાણ )  બનાવી કલાત્મક મડવર્ક કરેલ. સરકારે પ્રમાણપત્ર અને 25000/ પચ્ચીસ હજાર રૂપિયાનું ઈનામ આપી અમારી કલાગીરીને બિરદાવી હતી. ઉપરાત હું અને મારી પત્ની ખિયાબાઇએ આઠ

ભોપાલમાં તાલીમ આપતા ખીયાબેન

 વખત અલગ અલગ બેચોમાં 150 થી વધારે બહેનોને ભરતકામ અને મડવર્કની તાલીમ આપેલ છે.

       શરૂઆતના સમયમાં સરકાર દ્વારા વિવિધ મેળાઓમાં જવા-આવવાના તેમજ માલ હેરફેર માટે ભાડા ભથ્થા મળતા જે અમારા ધંધાના વિકાસમાં મહત્વપૂર્ણ હતા. હાલમાં સરકારી  લાભ ફક્ત ગણ્યા ગાંઠયા અમુક બી. પી. એલ. કારીગરોને મળે છે, જે કચ્છના હસ્ત કળાના પ્રચાર પ્રસાર માટે પૂરતું નથી.  સરકારે બી.પી.એલ. સાથે મધ્યમ આવક ધરાવતા કારીગરોને પણ આર્થિક સહાય કરવી જોઈએ. સરકારે વિદેશોમાં પણ અમારી કળા પ્રદર્શિત કરવાની તક મોટા પાયે ઊભી કરવી જોઈએ. ધોરડો રણોત્સવે અમારા હસ્તકળા વિકાસ માટે નવા પ્રાણ પૂર્યા એમ કહેવામા જરાય અતિસયોક્તિ નથી.

આ કલાના કારીગરો માને છે કે હસ્ત કલાનાં બજારમાં વધારો કરવો જોઈએ. તેમજ સતત અમારા કાર્યમાં પરીવર્તન લાવી બજારના અનુરૂપ નવીનતા લાવવામાં આવે અને ગુણવત્તા સુધારવા તાલીમ આપવામાં આવે તે ખૂબ જરૂરી છે.

મોબાઈલ નંબર :

રાજાભાઈ    : 94277 68704

રણમલભાઈ : 94286 83947

Interview by : Rajendra Vaghela

Advertisements

1 Response to “કચ્છી હસ્તકલા” એક કારીગરની કલમે….

  1. Pingback: कच्छ कारीगरकी कलम … « બન્ની પંચાયત પરિષદ

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s