જૈવિક સંપદા

બન્ની પ્રદેશનું જૈવિક વૈવિધ્ય

બન્નીમાં ઘાસનું પ્રમાણ વધારે હોવાથી તેના ઉપર નભતા પશુઓની સંખ્યા સારી હતી. જેથી માંસાહારી જંગલી પશુઓ પણ મોટા પ્રમાણમાં હતા બીજા જીવો પર નભતા પશુ પક્ષીઓમાં શિયાળ, ગુરનાર, વરુ, હણોતરો, સમડી, ઘુવડ, ગિરજ વગેરે મુખ્ય હતા. આમ આ વિસ્તારમાં જીવો એક બીજા ઉપર આઘારિત હતા. અગાઉના વર્ષોમાં દુષ્કાળ, અતિવૃષ્ટિ, ગાંડો બાવળ અને જમીનમાં ખારાશ વધતાં ઘાસ ઘટી ગયું અને એકબીજા પર નભતા જીવોમાં નોધપાત્ર ઘટાડો થયો છે.

બન્ની વિસ્તારમાં અલગ ઋતું પ્રમાણે પણ યાયાવર પક્ષીઓ મુલાકાત લેતા હોય છે. તેમાં ખાસ કરીને છારીઢંઢ વિસ્તાર માં કુંજ, ટીલોળ, પેણ, ચમચા, હંસ જેવા પક્ષીઓ જોવા મળે છે. સારા વરસાદ પછી આ વિસ્તાર માં જંગલી જાનવરો અને પક્ષીઓની સંખ્યામાં વધારો જોવા મળે છે. જ્યારે ઉનાળાની મોસમ દરમિયાન અહી ગરમીનું પ્રમાણ વધારે હોવાથી જંગલી પશુઓ અને પક્ષીઓ અન્યત્ર સ્થળાંતર કરી જતાં હોય છે.

બન્ની વિસ્તારના માલધારીઓના મત મુજબ જૈવિક વૃક્ષો જેમાં, મીઠી જાર, કેરડો,  ગુંદા, લૂણો, ખીજડો, કંઢો, કઈ, ખારીજાર, દેશીબાવળ જેવા વૃક્ષોનો ધીરે ધીરે દુર્લભ બની રહ્યા છે. ઘાસમાં જોઈએ તો કંધી, જિંજવો, ખેવાઈ, સાઉ, દ્રભ, ધ્રબ, સાવરણી, ચીચની, લાપડું, મનુ, તરભર, શિયાળપૂંછ, ભાજી, સામું, કોરઈ, ખીરવલ, મેરમેરીઓ, મોલ, ડાભ, મોથ, લાણો વગેરે ઘાસો નાશને આરે પહોચી ગયા છે.

બન્નીમાં કાળિયાળ, રાતા હરણ, થરજાવ, ભગાડ, ગુરનાર, હણોતરો, ઝરખ જેવા પ્રાણીઓ અને કુંભારડીઓ, રોડી જેવી સાપની જાતિઓ લુપ્ત થઈ છે. આ ઉપરાત ચમચા, શેડ, ગિરજ (ગીધ) સમડી, સારસ, તુર, ગોરાડ  જેવા પક્ષીઓ પણ અદ્રશ્ય થઈ રહ્યા છે.

માલધારીઓ ના મતે બન્નીમાં મુખ્યત્વે છારીઢંઢ, પટગાર પનાવલી અને દદ્ધરવાળો એમ ત્રણ પર્યાવરણીય સંવેદન વિસ્તારો છે. રહી સહી જૈવિક સૃસ્ટી નું જતન કરવા આ વિસ્તારોનું સંરક્ષણ કરવું ખુબજ જરૂરી છે.

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s