સફળ ગાથાઓ – સફળતા સંગઠનની…

સંગઠનથી થઇ સફળતાની શરૂઆત ……..

          અમારો બન્ની વિસ્તાર ભારતની  પશ્ચિમ દિશામાં  સરહદને અડીને આવેલો છે. અહીંના લોકો અંદાજિત સાતસો વર્ષથી બન્ની વિસ્તારમાં વસવાટ કરે છે. બન્ની પ્રદેશ એશિયાનો સૌથી મોટો  ઘાસિયા વિસ્તાર છે. અહીંના લોકોનો  મુખ્ય વ્યવસાય પશુપાલન  છે. તેઓ રાજશાહી સમયથી આ ભૂમિનો ઉપયોગ પશુઓના ચરીયાણ વિસ્તાર તરીકે કરતાં રહ્યા છે

       તારીખ ૧૧/૦૧/૧૯૫૫ના કચ્છ સ્ટેટે બહાર પાડેલા જાહેરનામાથી બન્નીને રક્ષિત જંગલ જાહેર કરવામાં આવેલુ છે. અમારા ગામોને જંગલ ઉપર સ્વતંત્રતા પછી કોઈ અધિકાર મળ્યો હોય તેવો દાખલો જોવા મળતો નથી. અમારી ૧૯ પંચાયતોએ સાથે મળી અમારા વિસ્તારના પ્રશ્નોના નિરાકરણ માટે ૨૦૦૫માં પંચાયત પરિષદની રચના કરી.  અમે જોયું કે અમારા વિસ્તારની ફળદ્રુપ જમીન ઉપર પુષ્કળ પ્રમાણમા ગાંડા બાવળનું સામ્રાજ્ય છવાયેલુ છે. તમામ પંચાયતો જો સંગઠિત થઇ અમલીકરણ કરે તો જમીન પર પથરાયેલા ગાંડા બાવળને  દૂર કરી જમીન પર ઘાસ ઉગાડી શકાય. પશુપાલનને ટકાઉ બનાવી શકાય.

      પંચાયતને આવક મળે તેમ જ લોકોને પણ રોજગારી મળે. આ કામગીરી કરવા માટે અમે કલેકટરશ્રી પાસે રજૂઆત કરી ત્યારે તેમણે રાહત કામના બદલામાં સંયુક્ત  ઠરાવ પસાર કરી માંગણી કરવી. અમે પંચાયત પરિષદની મીટીંગ બોલાવી ખુબ જ ચર્ચાના અંતે ઠરાવ પસાર કર્યો. કલેક્ટરશ્રી સાથે વાટોઘાટો કરી પાંચ વરસના કરાર થયા.  લોકોને રોજગારી મળી, પશુઓ માટે ઘાસચારાના વિસ્તારમા વધારો થયો. પંચાયતની આવકમા વધારો થયો અને સરકાર સાથે નવી કામગીરીનો અનુભવ મળ્યો. બીજા મુદ્દાઓ પર કામ કરવાની હિમ્મતમા આવી. હવે અમે ગામતળ સીમતળ ના મુદ્દે પણ લડત શરૂ કરી છે.

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s