ઍક “હાફિઝ” ની સફળ શિક્ષણ યાત્રા……..

ઍક “હાફિઝ” ની સફળ શિક્ષણ યાત્રા……..

“ હાફિઝ” એટલે જેણે સંપૂર્ણ કુરાન કંઠસ્થ કર્યું હોય તે વ્યક્તિ.

Mumtaz Ali Mutva

 મારું નામ હાફિઝ મુમતાઝઅલી સાદીક મૂતવા છે. મારો જન્મ પહેલી જૂન ઓગણીસો ચૂમોતેરમાં ગોરેવલી, ( બન્ની વિસ્તાર) તાલુકો ભુજ, કચ્છમાં થયો. મારા લગ્ન ઓગણીસો સત્તાણુમાં થઈ. હાલમાં ચાર સંતાનોનો પિતા છું. અમારા ઘરની આર્થિક પરિસ્થિતી મધ્યમ કહી શકાય. શરૂઆતનું પ્રાથમિક શિક્ષણ ગોરેવલી પ્રાથમિક શાળા માથી લીધું. ત્યાર બાદ ધાર્મિક શિક્ષણ માં રસ હોવાથી મહારાષ્ટ્રના માલેગાંવ માથી હાફિઝની ડિગ્રી મેળવી . “ હાફિઝ” એટલે જેણે સંપૂર્ણ કુરાન કંઠસ્થ કર્યું હોય તે વ્યક્તિ. આલીમની ડિગ્રી વાલ્વની બીમારી ને કારણે શારીરિક તકલીફ ઊભી થતાં ન મેળવી શક્યો. ધાર્મિક શિક્ષણ ઉપરાત ટાઈપિંગ, કોમ્પુટર નું બેજીક તાલીમ તેમજ કેલિઓગ્રાફીની તાલીમ પણ મેળવી.   હાફિઝ બન્યા પછી ઔરંગાબાદમાં મહમદિયા એજ્યુકેશન ટ્રસ્ટમાં શિક્ષક તરીકે એક વર્ષ સેવા આપી.

ધાર્મિક શિક્ષણ મેળવ્યા પછી પોતાના વતન પરત આવ્યો . મને લાગ્યું કે અમારા વિસ્તારમાં શિક્ષણ નો ફેલાવો કરવા માટે ધાર્મિકની સાથે સરકારી શિક્ષણ પણ અત્યંત જરૂરી છે . ગોરેવલી માધ્યમિક શાળા માથી એસ.એસ.સી. અને ભુજ ઓલ્ફ્રેડ હાઈસ્કૂલ માંથી બાર ધોરણ સુંધી અભ્યાસ પૂર્ણ કર્યો. ઉપરાત ગુજરાત યુનિ. માથી એફ.વાય.બી.એ. સુધી અભ્યાસ મેળવી શક્યો.

ધાર્મિક શિક્ષણ ધાર્મિક શિક્ષણની શરૂઆત ૧૯૯૬ થી મીઠડી ગામમાં કરી છે.

बच्चोको पढ़ाते हुए हाफिज़ मुमताज़ अली

 ગામની પ્રાથમિક શાળામાં સરકારી શિક્ષકોની અનિયમિતતા અને પ્રાથમિક શિક્ષણનો પાયો નબળો રહેતો હોવાથી ધોરણ ૧ થી ૪ સુધીના બાળકોને શિક્ષણ આપવાનું શરૂ કર્યું . આજે પણ મદરેશા અને શાળામાં ધાર્મિક શિક્ષણની સાથે ગુજરાતી, હિન્દી ,ઉર્દુ, અરબી,કચ્છી, સિંધી અને અંગ્રેજી ભાષાનું પ્રાથમિક જ્ઞાન આપું છુ.

સતત પ્રયાસોના આધારે ગામના વડીલોને સમજાવી બહારની દુનિયાના અનુભવો સંભળાવી ગામલોકોમાં ધાર્મિક અને સરકારી શિક્ષણ માટે માહોલ ઊભો કરવામાં થોડી ઘણી સફળતા મળી છે. ફળ સ્વરૂપ પાંચ છોકરાઓ હાફિઝની ડિગ્રી મેળવી છે તેમજ સાત છોકરાઓ મૌલવી તરીકે હાલમાં કાર્યરત છે. મીઠડી , ગોરેવલી અને ધોરડો ગામનાં છ્વ્વીસ જેટલા  વિધ્યાર્થીઓ એસ.એસ.સી. પાસ કરાવવામાં મદદરૂપ બની શક્યો છુ. હાલમાં બન્ની વિસ્તારનું મીઠડી ગામ શિક્ષણ ક્ષેત્રે આગળ વધી રહ્યું છે.

ગામમાં છોકરીઓના શિક્ષણની વાત કરીએ તો મીઠડી ગામની ૧૦૦% છોકરીઑ ધોરણ સાત સુધી નું ફરજિયાત શિક્ષણ મેળવી રહી છે. ગામમાં માધ્યમિક શાળાના અભાવે છોકરીઓ માધ્યમિક શિક્ષણ માટે ૬ કી.મી. દૂર ગોરેવલી સુંધી જવામાં તકલીફ અનુભવે છે. છોકરીઓને માધ્યમિક સુધીનું શિક્ષણ અપાવવું મારૂ સ્વપ્ન છે.

રમજાન માસમાં એકત્ર થયેલ જકાત અને છાત્ર દીઠ ૫૦ રૂ. લોકફાળો લેવામાં આવે છે. આ રકમ માથી મને માસિક મહેનતાણું મળે છે.

ધાર્મિક વિધિઓ , શૈક્ષણિક કાર્યક્રમો અને સામાજિક કાર્યોમાં સક્રિય રીતે કાર્યરત છુ.

મોબાઈલ નંબર : 09427433223 

Interview by : Rajendra Vaghela &  Kaladharji  Mutva (Gorevali)

Advertisements

3 Responses to ઍક “હાફિઝ” ની સફળ શિક્ષણ યાત્રા……..

  1. pachchham says:

    Bahut Hi Achchhi Kahani Hai, Hafiz Sahab Ne Mithadi Gav ke Bachcho ke Liye Bahut Hi Achchha Kary Kiya Hai, Ham Duva Karate Hai Ke unka Ladakiyo ko Education Dilvane Ka Sapana Sakar Ho Aur Banni Ki Ladakiya Bhi Pad Likh Kar Age Bade.

    Like

  2. Pingback: ઍક “હાફિઝ” ની સફળ શિક્ષણ યાત્રા…….. « બન્ની પંચાયત પરિષદ

  3. Pingback: ઍક “હાફિઝ” ની સફળ શિક્ષણ યાત્રા…….. « બન્ની પંચાયત પરિષદ

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s